સારા પરફોર્મન્સ બાબતે બાળકો પર અભ્યાસનું દબાણ

Third party image reference

આજના ટેકનોલોજી યુગમાં દરેક વસ્તુની ઝડપ વાયુવેગે હોય તેવું માનવામાં આવે છે આજ કારણોસર મોટાભાગે માતાપિતા પોતાના બાળકો પર અભ્યાસનું દબાણ નાખતા રહે છે. જેના કારણે બાળકો પોતાને એક મશીન સમજી લે છે સાથે સાથે અભ્યાસથી દૂર ભાગતા રહે છે અને જીદ્દી બની જાય છે.

Third party image reference
તેની સાઈડ ઈફેક્ટસ પણ જોવા મળે છે. તો ચાલો એક નઝર કરીએ બાળકો પર બળજબરી પૂર્વક અભ્યાસનું દબાણ કરવાથી બાળકો પર પડતા પ્રભાવ પર.
Third party image reference

તણાવ : બાળકો પર અભ્યાસનુ દબાણ નાખવાથી તેમનામા તણાવની શક્યતા વધી જાય છે. તણાવને કારણે અનેકવાર તેઓ એવા નિર્ણયો લઈ લે છે જે માત્ર તેમના માટે જ નહી પણ તેમના પરિવાર માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.

Third party image reference

પ્રેશર : બાળકો પર અનેકવાર પ્રેશર એટલુ વધુ થઈ જાય છે કે બાળકો ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. જેના કારણે તેઓ આત્મહત્યા જેવા ખતરનાક પગલાં ઉઠાવવાથી પણ અચકાતાં નથી. પોતાના ફેલ થવા પર આત્મહત્યા કરનારા બાળકો વિશે અનેકવાર સમાચારમાં સાંભળ્યુ જ હશે.

Third party image reference

ખરાબ આદતો : અનેકવાર અભ્યાસનું દબાણને કારણે બાળકો નકલ કરવી, એક્ઝામમા ચિટિંગ કરવી, ચોરી કરવા જેવી ખરાબ આદતોમાં ફસાય જાય છે. તેથી માતાપોતાએ પોતાના બાળકો પર દબાણ ન નાખવુ જોઈએ અને તેમને અભ્યાસ માટે પ્રેમથી સમજાવવુ જોઈએ.

Third party image reference

શારીરિક વિકાસ : તમારા દબાણ નાખવાથી બાળકો અભ્યાસમાં એટલા ડૂબી જાય છે કે તેઓ બાકી વસ્તુઓ માટે સમય જ નથી કાઢી શકતા. અભ્યાસની સાથે સાથે રમત પણ જરૂરી છે. આનાથી બાળકોનો શારીરિક વિકાસ થાય છે પણ ફક્ત અભ્યાસ કરતા રહેવાથી બાળકો બીજા સાથે હળી મળી નથી શકતા અને પોતાનો પુરો સમય પુસ્તકોમાં વીતાવે છે. જેનાથી તેઓ બાકી વસ્તુઓમાં બીજા કરતા પાછળ રહી જાય છે અને તેમની અંદર હીન ભાવના ઉછરવા માંડે છે.

Third party image reference


The content does not represent the perspective of UC