SmartPhone નો ઉપયોગ તમામ લોકો કરે છે, પરંતુ કેટલીક વખત એવું થાય છે કે આપણે ફોનનો પાસવર્ડ ભૂલી જઇએ છીએ અને પછી પરેશાન થવું પડે છે. એવામાં હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને એવી ટિપ્સ માટે જણાવવા જઇ રહ્યા છીએ જેની મદદથી તમે એક મિનીટમાં તમારા ફોનને અનલોક કરી શકો છો.

સામાન્ય રીતે એવું થાય છે કે સ્માર્ટફોનનો પાસવર્ડ યાદ ના આવે તો આપણે કોઇ પણ પાસવર્ડ નાંખીને જોઇએ છીએ કે કદાચ ખુલી જાય. એવામાં થાય છે Forgot Pattern અથવા Forgot Password નો એક વિકલ્પ જોવા મળે છે. જેની પર ક્લિક કરો અને એમાં તમારા ગૂગલ અકાઉન્ટનું યૂઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીને સાઇન ઇન કરો. ત્યારબાદ એમાં નવો પાસવર્ડ નાંખીને ફોનને અનલોક કરો.

આ ઉપરાંત તમારા લેપટોપ અથવા કોમ્પ્યૂટરમાં એન્ડ્રોઇડ ડેટા રિકવરી સોફ્ટવેરને ડાઉનલોડ કરો અને મેન વિન્ડોમાં અનલોક પર ક્લિક કરો. ત્યારબાદ ફોન યૂએસબી કેબલની મદદથી કરો લેપટોપ અથવા કોમ્પ્યૂટરથી કનેક્ટ કરો. એ દરમિયાન કેટલાક સ્ટેપ તમને જોવા મળશે, જેને ફોલો કરીને તમારા સ્માર્ટફોનને મિનીટોમાં અનલોક કરી શકો છો.

આ સ્ટેપને પણ ફોલો કરીને અનલોક કરી શકો છો. જો કે એ દરમિયાન ફોનનો સમગ્ર ડેટા ડિલીટ થઇ જશે. જો ડેટા રાખવા ઇચ્છતા નથી તો આ સ્ટેપ દ્વારા પણ મિનીટોમાં તમારા ફોનને અલનોક કરી શકો છો. એના માટે સૌથી પહેલા ફોનને ઓફ કરી લો, ત્યારબાદ વોલ્યૂમ ડાઉન બટન અને પાવર બટનને એક સાથે થોડીક સેકન્ડ માટે દબાવીને રાખો, ત્યારબાદ રિકવરી મોડમાં એન્ટર કરો. ત્યારબાદ તમારે Yes, delete all user dara ને સિલેક્ટ કરો અને પછી ફોનને રીબૂટ કરી લો. ત્યારબાદ ફોન અનલોક થઇ જશે.