સ્માર્ટફોનના યુઝર્સની સૌથી મનપસંદ એપ WhatsAppના કેટલાક યુઝર્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. કંપનીએ તેના FAQ સપોર્ટ પેજ પર જાણકારી આપી છે કે એન્ડ્રોયડ વર્ઝન 2.3.7 અને તેના પહેલાની ઓપરેટિંગ સિસ્ટમ, iso7 અને તેના જૂના ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહેલી iphone પર પણ 1 ફેબ્રુઆરી 2020 પછી WhatsApp કામ નહીં કરે.

બ્લોગમાં લખ્યું છે કે જે યુઝર્સ આ ઓપરેટિંગ સિસ્ટિમનો ઉપયોગ કરી રહ્યા છે, તે આ તારીખ પછી નવું એકાઉન્ટ નહીં બનાવી શકશે અને વેરિફિકેશન જેવી એક્ટિવિટી પણ નહીં કરી શકે. વોટ્સએપે કહ્યું છે કે આ એલાન તેવા લોકોને અસર કરશે, જેની પાસે 6 વર્ષથી વધુ જૂનો સ્માર્ટફોન છે.

બ્લોગમાં વોટ્સએપે લખ્યું કે 31 ડિસેમ્બર 2019 વિન્ડોઝ ફોનમાં વોટ્સએપ બંધ કરવામાં આવશે. સાથે કહ્યું કે 1 જુલાઈ 2019થી Windows Storeમાંથી WhatsAppને બહાર કરવામાં આવશે. સ્ટેટકાઉન્ટરના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં ખાલી 0.24 ટકા લોકો વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે.

કંપનીએ જાણકારી આપતાં કહ્યું છે કે હાલના સમયમાં વોટ્સએપના 4.0.3 વર્ઝન પછીની બધી ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. iphoneમાં આ ios8 પછીના બધા વર્ઝન માટે ઉપલબ્ધ છે. અને KaiOS 2.5.1 પછી os પર જેમાં JioPhone અને JioPhone 2 સામેલ છે. તેના પર ચાલે છે. એક્ટિવ પ્લેટફોર્મ ન હોવાના કારણે Windowsમાં વોટ્સએપ કયારેય પણ કામ કરવાનું બંદ કરી શકે છે.