ઈન્ટરનેટની દુનિયામાં સૌથી વધારે સાઈબર ક્રાઈમ ખરાબ પાસવર્ડ હોય છે. હેકર્સ માટે કોઈનું પણ એકાઉન્ટ હેક કરવાનો સૌથી સરળ રસ્તો પાસવર્ડ ક્રેક કરવો છે. આપણે જ સગવડ અને આળસના કારણે પાસવર્ડ રાખીએ છીએ. પણ એ નથી જાણતાં કે આવું કરીને કેટલું મોટું જોખમ લઈ રહ્યા છીએ.

સાઈબર સિક્યોરિટી કંપની ImmuniWeb તરફથી તાજેતરમાં જ રિસર્ચ મુજબ, ફોર્ચ્યુન 500 કંપનીઓ સાથે જોડાયેલા લગભગ 2.10 કરોડ એકાઉન્ટમાંથી લગભગ 1.6 કરોડ ખાતામાં છેલ્લા એક વર્ષ દરમિયાન હેક કરવાની કોશિશ કરી રહ્યા છે. આ રિસર્ચ ફર્મમાં એ પણ જાણવા મળ્યું છે કે 2.10 ખાતોમાં 49 લાખ એકાઉન્ટના પાસવર્ડ યુનિક છે, એટલે તેને તોડવો સરળ નથી. બીજું સરળ ભાષામાંકહીએ તો વધારે પડતાં પાસવર્ડ સહેલા હોવાથી સરળતાથી ક્રેક થઈ શકતા હતા, તેમાંથી 32 પાસવર્ડ એવા છે જે સામાન્ય હતા અને સરળતાથી હેક થઈ શકતા હતા. આવો જાણીએ એવા પાસવર્ડનું લિસ્ટ જે એકાઉન્ટ માટે ખતરો ઊભો કરી શકે છે…

-000000
–111111
–112233
–123456
–12345678
–123456789
–1qaz2wsx
–3154061
–456a33
–66936455
–789_234
–aaaaaa
–abc123
–career121
–carrier
–comdy
–cheer!
–cheezy
–exigent
–old123ma
–opensesame
–pass1
–passer
–passw0rd
–password
–password1
–penispenis
–snowman
–!qaz1qaz
–Soccer1
–Student
–Welcome

પાસવર્ડને લઈ એક્સપર્ટ કહે છે કંઈક આમ

આપણે પાસવર્ડ સેટ કરતાં કયારેય નથી વિચારતાં કે આ સરળ છે કે અઘરો. આપણે પાસવર્ડને હંમેશાં સરળ રાખવાની કોશિશ કરીએ છીએ જેનાથી યાદ રાખી શકાય, પણ એ નથી વિચારતા કે હેકર્સનું કામ પણ સરળ બનાવીએ છીએ.

એક્સપર્ટ્સનું કહેવું છે કે યુઝર્સ પોતાના સોશિયલ મીડિયાના પાસવર્ડમાં પત્ની, પતિ, બાળકો, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડનું નામ પણ રાખી શકે છે. તેમનું કહેવું છે કે જન્મની તારીખ પણ ક્યારેય ન રાખવી જોઈએ, તેનો અંદાજો હેકર્સને સરળતાથી આવી જતો હોય છે.

Read Also