આજકાલ ભીડ વાળી જગ્યા પર જતાં પહેલાં એક ડર લાગતો હોય છે કે મોબાઈલ ફોન ચોરી ના થઈ જાય. મોબાઈલ ચોરી થવા પર પૈસાનું તો નુકસાન થાય છે, સાથે સાથે તેમાં જે ડેટા રહેલો હોય છે તેનું પણ નુકસાન થાય છે. કારણ કે ઘણી વાર પોલીસમાં ફરિયાદ કરવા છતાં પણ ફોન પાછો મળતો હોતો નથી.

પરંતુ સરકારે એક પગલાં લીધા છે કે ચોરાયેલો ફોન સરળતાથી પાછો મળી શકે. તેના માટે દૂરસંચાર વિભાગે દેશના બધા મોબાઈલ ડેટા તૈયાર કર્યો છે. જેને સેન્ટલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટરનું નામ આપવામાં આવ્યું છે. તેમાં દેશના બધા મોબાઈલ ફોનના IMEI નંબર રજિસ્ટર કરવામાં આવ્યા છે.

જો તમારો ફોન ચોરી થાય છે તો પોલીસમાં ફરિયાદ કર્યા પછી અહીંયાથી તમારો ફોન બ્લોક કરવામાં આવશે, પછી તે કોઈ પણ ઓપરેટરના નેટવર્ક પણ કામ નહીં કરે. આ ડેટાના કારણે પોલીસને પણ ફોન શોધવામાં સરળતા રહેશે. દેશમાં કોઈપણ જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે તેને પોલીસ શોધી કાઢશે. સોથી પહેલા તેનું ટ્રાયલ મહારાષ્ટ્રમાં થયું છે, જયાં તે સફળ રહ્યા છે. તેને જોતાં દૂરસંચાર આખા દેશમાં શરૂ કરવાનું વિચારી રહ્યા છે.

દૂરસંચાર કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદ એક અથવા બે અઠવાડિયાની અંદર લોન્ચ કરશે. આ સાથે સરકારે ફોનના IMEI બદલવા પર ત્રણ વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. તો પણ જો કોઈ ફોનનો IMEI બદલશે તો તેને બ્લોક કરવામાં આવશે. હવે ચોરી થયેલા ફોનની ફરિયાદ કરવા પર તેનો ઉપયોગ થઈ શકશે નહીં.